એ ઠીક હતું
એ ઠીક હતું
1 min
230
તરતી માછલી તરતી જ રહી એ ઠીક હતું,
બંધન વગરની બાહોશ થઈ ફરતી એ ઠીક હતું.
ગડમથલ માંહી તળે પેસવા કરતા,
એક નિર્ણયની નહેરમાં ભમતી એ ઠીક હતું.
મોઉન વગરની અસમજ વાણી વેરી,
અવાક દીસવાનુંય ઠીક હતું.
કોણ ગણાવે મૂર્ખ એને,
માનવથીય અબોલ એ ઠીક હતું.
ગુણ અવગુણના ભેદ નહીં એને,
સરવાળે સારી એ ઠીક હતું.
કર્મના કિસ્સા સુની ડરે નહીં,
ખુલ્લું અંતર એનું ઠીક હતું.
તેનીયે વિશાળ દુનિયા છે ભાવેશ,
નહિવત હતી સુજ અમારી એ ઠીક નહોતું..