Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

એ તાળી

એ તાળી

1 min
491


એક તાળી, બે તાળી, ત્રણ તાળી ચેહર મા નામની રે,

ચેહર માનાં નામની રે, મારી દયાળુ માતા નાં નામની રે;

એવી તાળી તો ચેહર માનાં..(૨)


મળી છે માવડી મોંઘામૂલની રે,

મોંઘામૂલની રે, મારી પ્યારી ચેહર માવડી;

એવી તાળી તો ચેહર માનાં...(૨)


એવી તાળી રૂપાબા એ પાડી રે,

માવડી ઘરમાં આવીને બેઠાં રે;

એવી તાળી તો ચેહર માનાં...(૨)


એવી તાળી તો નાયણ નાગરે પાડી રે,

પડદે વાતો કરતાં ને પેઢીઓ તારી રે;

એવી તાળી તો ચેહર માનાં...(૨)


એવી તાળી ગોરના કૂવે વાગે રે,

હાજરાહજૂર બિરાજતા માડી રે,

એવી તાળી તો ચેહર માનાં..(૨)


એવી તાળી ભાવનાએ પાડી રે,

ચેહર મા એ એવોર્ડથી નવાજી રે;

એવી તાળી તો ચેહર માનાં.


Rate this content
Log in