Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Others

3  

Sheetal Bhatiya

Others

એ શીતળ છાયા

એ શીતળ છાયા

1 min
412


આતમથી પ્રગટેલા અલૌકિક તેજસ્વી શબ્દ,

ને મનરુપી કલમના સથવારે,

મેળવી મેં મારી જ ચાહ,

મન હદય આવી પહોંચ્યું વ્હારે વ્હારે,

વ્યાપી રોમે રોમમાં એ શીતળ છાયા !


શું સત્ય ને શું અસત્ય ક્યાં ને કેવું,

જાણ્યું મેં મારામાં જ,

હે ઈશ ! ‘પ્રિય‘ હું તેથી જ આ રુપદર્શન,

કે’ હું તો છું તારામાં જ,

વ્યાપી રોમે રોમમાં એ શીતળ છાયા !


ના રહી હવે કોઈ ફરીયાદ, 

ના હવે કોઈ મનોમંથન,

જાણી પાત્રતા મેં મારી,

ને અન્યની જણાઈ એવું થયું કથન,

વ્યાપી રોમે રોમમાં એ શીતળ છાયા ! 


ભીતરની આગમાં હું જળુ પળેપળ,

ને પછી વરસી વર્ષા મલ્હાર,

મોસમ આવી એવી કે છવાઈ જીવનવસંત,

તોફાન પછીની શાંતતા હવે ન કોઈ પ્રહાર ! 

વ્યાપી રોમે રોમમાં એ શીતળ છાયા ! 


‘હું’ ને ‘મારો પડછાયો‘ રહ્યા સંગે,

અવિરત ચાલ્યા ધીમે ધીમે ભલે,

હકીકતની દુનિયા ન મળી તોયે,

‘સ્વપ્નીલ’નો સ્વપ્નમાં અખંડ પ્રેમળ દિપ જ જલે !


હા... હા...એજ દિપની નજીક,

સાવ બાજુમાંજ,

દૈવી સૃષ્ટિની મુજમાંજ,

વ્યાપી રોમે રોમમાં એ શીતળ છાયા ! 


Rate this content
Log in