એ ક્યાં ખબર હતી !
એ ક્યાં ખબર હતી !
સ્વપ્નની દુનિયાને, માથા નીચે ઓશીકું, ક્યારે ખસી જશે ? એ ક્યાં ખબર હતી !
આંખોની રોશની બનતી મીણબત્તી, ક્યારે ઓલવાઈ જશે ? એ ક્યાં ખબર હતી !
પાંદડું પણ લીલુંછમ જોયું હતું, પાનખરમાં લાલ બની જશે એ ક્યાં ખબર હતી !
જે ડાળી પર મને બેસાડી ઝૂલા ઝૂલાવ્યા, એ હાથમાં કરવત હશે એ ક્યાં ખબર હતી !
આગ તો તાપણાં માટે કરેલી, ઘરોને જ બાળી નાખશે એ ક્યાં ખબર હતી !
ખીલા તો અહીં સૌના હાથમાં છે, હથોડી તે જ લીધી હતી એ ક્યાં ખબર હતી !
સ્વપ્ન તો મહેલોના જોયા હતાં, રેતીનો મહેલ હશે એ ક્યાં ખબર હતી !
આમ હરરોજ આવીને પગલાની નિશાની છોડી જાય છે તું, પણ જળમાં જ એ નિશાની હતી એ ક્યાં ખબર હતી !
તું સૂરજ સરીખો તેજસ્વી હતો, પણ આગ મારા પર ક્યારે ભભૂકશે એ ક્યાં ખબર હતી !
નદીને પેલે પાર એક જલપરી હતી, પણ તારી નાવ જ હલેસા વગરની હતી એ ક્યાં ખબર હતી !
અપેક્ષા ભીડમાં તારી જ કરી હતી, પણ તે જ ઉપેક્ષા કરી હતી એ ક્યાં ખબર હતી !
પાંખો તો ઊડવાને માટે આપી હતી, પણ તે પીંજરામાં કેદ થઈને રહી જશે એ ક્યાં ખબર હતી !
ફડ્ફડાટ પુરો થઈ ગયો એ માછલી ના દેહનો, પછી જળ લેવા તું જશે એ ક્યાં ખબર હતી !
