STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ જિંદગી

એ જિંદગી

1 min
276

એ જિંદગી હું રમુ છું જેમ તું રમાઙે છે મને,

દુનિયાના ખૂણેખૂણેથી કારણ શોધી,

ખુશ રહેવાની કોશિશ કરું છું.


પણ,

નથી કાઢતી વાંક હું તારો કે નથી કોસતી તને,

બસ કયારેક મારી જાતને તો કયારેક તને,

શોધવા નીકળી પડું છું એ જિંદગી.


ભાવનાઓમાં ભૂલી પડી,

હું જિંદગી માણવાનું ભૂલી ગઈ,

કંઈક ભૂલો મારી અને,

કંઈક જિંદગી તારી અઘરી પરીક્ષા.


અને આમ જ અટવાઈ આ જિંદગી,

એ જિંદગી હું રમુ છું જેમ તું રમાઙે છે મને.


સામગ્રીને રેટ આપો
લોગિન