એ જીંદગી
એ જીંદગી

1 min

355
એ જીંદગી ચાલને એવું કશુંક કરીએ
થોડી સમજ હું બતાવું, થોડી તું બતાવે
ન રહે તકલીફ કે સમસ્યા કોઈને
થોડી સમજ હું બતાવું, થોડી તું બતાવે
સુખ દુઃખના હિસાબમાં થોડી ગફલત કરીએ,
થોડી સમજ હું બતાવું, થોડી તું બતાવે,
આપ મારો સાથ ને જો આગળ વધીએ,
થોડી સમજ હું બતાવું, થોડી તું બતાવે,
એક ડગલું હું માંડુ ને એક ડગલું તું માંડે,
થોડી સમજ હું બતાવું, થોડી તું બતાવે,
એ જીંદગી ચાલ તાલ મેળવીને ચાલીએ,
થોડી સમજ હું બતાવું, થોડી તું બતાવે,
એક કોયડો હું ઉકેલું ને એક તું ઓછો કરે,
થોડી સમજ હું બતાવું, થોડી તું બતાવે.