દયાળુ વ્યક્તિત્વ
દયાળુ વ્યક્તિત્વ
વ્યક્તિનું વ્યક્તિત્વ છે દયાળુ
ગામડામાં એવા લોકો છે માયાળુ
ચટણી રોટલો મરચું ખાઈ એવા
માયાળુ લોકોને હું ક્યારે નિહાળુ
શહેરના લોકોને ખાલી ક્યાંથી સમજ
બને છે એ સુવિધા થી અણસમજ
ગામડાનું વાતાવરણમાં રહેવાની મજા કેવી હોય છે
સુંદર એનું સૌંદર્ય છે કેવું સરસ રૂપાળું
શહેરમાં પ્રદૂષણ અને ગામડામાં લીલાછમ ઝાડ
જોઈને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે
લીલાછમ ઝાડવા રમતા બાળકોનો
કિલકિલાટ અવાજ કેટલું આપે છે અજવાળું
મેં આવું ક્યાંય નથી જોયું મથાળું
સારા એવા લોકો ગામડામાં રહે છે માયાળુ
વ્યક્તિનું વ્યક્તિત્વ છે દયાળુ
એવા લોકોને હું ક્યારે હુંફાળું
