STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Others

4.0  

Nil Patel 'શુન્ય'

Others

દુર્યોધન કે સુયોધન

દુર્યોધન કે સુયોધન

1 min
247


#પ્રિય ડાયરી,

પ્રભુ પદ્મનાભ પ્રેમી સુયોધન તે વિદુર,

વિષયપ્રેમી વિષયુક્ત દુર્યોધન તે નિષ્ઠુર,


સચર સત્વગુણ કૃષ્ણ તમાં તે વિદુર,

તમોગુણ આચારી દુષ્ટ દુર્યોધન તે નિષ્ઠુર,


બેઉંએ લાગણી, બુદ્ધિ, વૃત્તિ ને દ્રષ્ટિથી ભિન્ન,

એક નિશાને ખોળે જુરતો અમાસનો ઓળો,

બીજો વિદુર એ ઘણો રજનીનો અજવાસ તણો,


કૃષ્ણપ્રિય તે શુદ્ધ, જ્ઞાની ને નિઃસ્વાર્થ તણો તે,

ને બીજો અશુદ્ધ, અજ્ઞાની ને અહંકારી રે ઘણો,


હવેથી અવગુણ દુર્યોધન ત્યજીને સબળ માનવ થાવું,

હવેથી અજ્ઞાનની હવેલી ત્યજીને વિદુર તણો 'શુન્ય' થાવું.


Rate this content
Log in