દુનિયા
દુનિયા
1 min
23.6K
નીલા અંબર નીચે લીલી વસુંધરા આપણી,
વસે તેમાં આપણા ઘર 'ને સંસાર સાંકળી.
ઈશ્વરે ના રાખ્યા કોઈ રંગ કે જાતિભેદ,
નમ્યું શ્રધ્ધાથી મસ્તક ત્યાં આપી આશિષ ભેટ.
સ્વાર્થી માનવે ખેંચી લકીરો ધરા પર,
બનાવ્યા કૈંક ખંડ લખ્યા નામ દેશો પર.
જુદા જુદા ઝંડા ને જુદી જુદી બોલી,
વિભિન્ન ધર્મના ત્રાજવે બેઠાં ખુદને તોલી.
દુનિયા જીતનારના છે ખાલી હાથ રહ્યા,
સિકંદર થવા તોય મથે શંખ ફૂંકતા રહ્યા.
કળા, સાહિત્ય, ખેલ કરે માનવને એક,
જીતે ભાવજગત, માનવતા 'ને પ્રેમ.