દુનિયા
દુનિયા
1 min
409
અહીં સૌનાજ દિલમાં ઝેર છે,
કોણે ખબર કેટ કેટલાં વેર છે !
ઘણી દુવાઓ નિષ્ફળ ગઈ,
લાગે માંગવામાં જ કોઈ ફેર છે.
પ્રગટાવી રાખ્યો આશાનો દિવો,
છતાં પણ ચોતરફ તો અંધેર છે.
પ્રેમ પાછળ ભાગતી હતી પણ,
અહીં તો નકલી સંબંધોનો ઢેર છે.
"સરવાણી" કોઈ કોઈનું નથી,
અહીં બસ મતલબનો કહેર છે.
