દુનિયા
દુનિયા
1 min
211
સમય ને આધીન આ દુનિયા,
સમયના પાશમા રુંધાય અહીં દુનિયા,
સમયમાં જીવે-મરે સૌની દુનિયા,
સમાઈ સમય મા બસ અહીં દુનિયા,
સમય આવે ને જન્મે બાળકની દુનિયા,
ખોટો આવે સમય તો બદલાય અહીં દુનિયા,
હસાવે રડાવે કે કસોટીએ ચડાવે દુનિયા,
ભુલો જો તમે તો પાઠ ભણાવે અહીં દુનિયા,
નરી આંખે ન દેખાય વિશાળ આ દુનિયા,
સમાય પ્રેમમાં અરે મારી-તમારી દુનિયા,
પ્રથા પ્રપંચ પડકારના ચઢાવ ઉતારની દુનિયા,
અપનાવો તમે તમને, તમારા પગમાં આ દુનિયા.
