દુનિયા નું શુ છે ?
દુનિયા નું શુ છે ?
1 min
233
દુનિયાનું શુ છે, એ તો કહેશે કે, બેસી ગયો,
થોભ્યો છે તું, પંથ પર તારા વધવાનો છે,
નિશા જોઈને, દુનિયા તો કહેશે તું પૂરો થયો,
મને ખબર છે કે, ઉષા ઉરતણી નજીકમાં છે,
સૂરજ ભલે આથમ્યો, તાપ પણ કમ થયો છે,
તું ચાંદનીને માણ, શીતળતા પુર જોશમા છે,
જ્યારે પહોંચશે તું નિપુર્ણ સર્વોચ્ચ ગિરિકંદરાએ
દુનિયાનું શુ છે, કહેશે,જોયું ? એ અમારો છે.
