દર્પણ
દર્પણ
1 min
248
અમસ્તા જ આ જાતને જોવા ગ્યા દર્પણમાં,
છૂપાયેલા જાલીમોને જોયા છે દર્પણમાં,
આમ તો,કલાકો સુુુધી રૂપનેે જોયા છેે દર્પણમાં
નખરા નાના-મોટા કર્યા છે દર્પણમાંં,
કદીક વાળની લટને વીખેરી ય હશે !
બાબરી પાડીનેે મુખ જોયા છે દર્પણમાં,
દિવસ આખાયનો રઝળપાટ કરીએ,
ખીલી ગયેેેલા ચહેરા જોયા છે દર્પણમાંં,
જડ હોવા છતાંંયે ચેતનને એ ચેતવે,
પૂરાવા સાચી ઉંમરનાં જોયા છે દર્પણમાં,
હંમેશા સત્ય કેે'વાનું જેેેની તાસીરમાં છે,
'મારૂતિ' ઈશ્વરને અમેે જોયા છેે દર્પણમાં.
