STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

દરિયો

દરિયો

1 min
189

જોયો સાવ એકલો દરિયો..

અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં જોયો સાવ એકલો દરિયો...


ચહેરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો

નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...


સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં

લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લઉ...

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લઉ...

મનની આ પાર ને પેલે પાર..!


માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઊગે..

ને શબ્દ મારો બને પારસમણિ...


પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી...

આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ...


રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી...

તસ્વીરનું જ તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી.


Rate this content
Log in