STORYMIRROR

Neha Patel

Drama

4.2  

Neha Patel

Drama

દરિયા કાંઠે

દરિયા કાંઠે

1 min
24.7K


સમી સાંજના સંગે, એ દરિયા કાંઠે,

મ્હાલ્વા નિકળ્યું યુગલ, એ દરિયા કાંઠે


વહી સંગીત સૂરાવલીઓ આ ટાણે,

થયો પંખી -કલરવ, એ આભ અટાણે.


મંદ- મંદ પવન લહેરખી થનગનાવતી,

ગીતો મીઠાં પ્રેમનાં, જોડી ગુનગુનાવતી.


ડૂબતા સૂર્યની ઝાંખી, એ દરિયા કાંઠે,

બાંધ્યું આ આહલાદક બંધન, મનોગાંઠે.


ઊતરી આવી ભવ્ય સુંદરતા ધરા પર,

કર્યાં દર્શન પ્રભુતાનાં, યુગલે ક્ષણ ભર.


થયું મદહોશ યુગલ, એ દરિયા કાંઠે,

માણી માધુર્યતા કુદરતી, એ દરિયા કાંઠે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama