STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

4  

PADHARIYA DINESHKUMAR

Others

દર્દીની સેવા

દર્દીની સેવા

1 min
223

આખું જીવન દર્દીની સેવામાં ખપાવી

પોતે આનંદ મેળવે છે,

એટલે જ ઈશ્વર સમાન કહેવાય છેે,


પોતાના જીવને જોખમમાં મૂકે

બીજાના જીવ બચાવે છે

એટલે જ ઈશ્વર સમાન કહેવાય છે,


હોય છે તેમનેય ઘર પરિવાર

તોય પોતાનો ધર્મ નિભાવે છે,

એટલે જ ઈશ્વર સમાન કહેવાય છે,


ગમે તેવો હોય કપરો સમય

ખડે પગે પગે જાતને ખપાવે છે

એટલે જ ઈશ્વર સમાન કહેવાય છે,


હોય ભલે કોઈપણ રોગ

મહેનત થકી મટાડે છે

એટલે જ ઈશ્વર સમાન કહેવાય છે,


દિનેશ તમને કહે છે એટલું

તેમનો આદર અને સન્માન કરીએ

કે જે રાતદિવસ માનવને બચાવે છે

એટલે જ ઈશ્વર સમાન કહેવામાં આવે છે.


Rate this content
Log in