દર્દીના દેવ
દર્દીના દેવ
1 min
11.7K
નવી જિંદગી ઘરમાં આવી છે,
જૂની જિંદગી ઘરેથી જાય છે.
તબીયત બગડતાં ઘરના સૌ,
એક તબીબની વહારે જાય છે.
જૂના જીવ કે નવા જીવને બચાવવા,
તબીબ બધી હિંમત કરી જાય છે.
રોગની કક્ષા સામાન્ય કે ગંભીર,
તબીબ દ્વારા નક્કી થાય છે.
તબીબના જ્ઞાન અને અનુભવના હાથે,
પથારીવશ પણ ચાલતો થાય છે.
તબીબો જ તો છે એ મહાત્મા લોકો,
જેમના પર માનવોનું દિલ ખુંવાર થાય છે.