દોસ્તી
દોસ્તી
1 min
207
દોસ્તી જ હતી,
શતરંજ તો નહોતી,
કે કોઈ રમત હતી ?
બાજી તો નહોતી,
શરુ તેં કરી હતી,
મેં ખતમ તો કરી નહોતી,
પ્યાદાં પણ તારાં હતાં,
મેં ચાલ તો ચાલી જ નહોતી,
બાદશાહ, વજીર, ઘોડા, હાથી તારા જ હતા,
મેં તો બેગમ સિવાય કોઇને ઉતારી જ નહોતી,
એ દોસ્તી જ હતી,
ખરેખર એ દોસ્તી જ હતી ?
