દિવાની
દિવાની
1 min
13.4K
આદત પડી છે મુજને હવે તો,
દરરોજ વાટ તારી જોવાની.
મારે તને યાદ આપવી પડે છે,
તારા જીવનમાં મારા હોવાની.
જાણું છું તને અસર થતી નથી,
મારા અશ્રુબુંદને વહાવાની.
ભગવાન કરે તને પણ લાગે,
બીક મને સદા માટે ખોવાની.
ભલેને મુખ ફેરવ્યું તે મારાથી,
હું તો રહીશ સદા તારી દિવાની.
