STORYMIRROR

Falguni Rathod

Others

4  

Falguni Rathod

Others

દિલના ઝરૂખે

દિલના ઝરૂખે

1 min
1.1K

મારા તે દિલના ઝરૂખે કેવી શોભી રહી !

એવી વાસંતી નાર આજ મને જોવા મળી,


એતો રણઝણતી ચાલ કેવી ચાલી રહી !

મારી આંખ્યુંની આરપાર ઊતરતી ભળી,


એના તે કંઠમાં કોકિલ કેવી બોલી રહી !

મારા ભવોભવ શણગાર સજાવી સળી,


મારી મનની મોરલી કેવી બજાવી રહી !

ગ્રહે ગાલે એ ચુંબન આશ જગાવી છળી,


ભીતરે અગ્નિ પ્રચંડ કેવી જલાવી રહી !

પ્રશ્નો અધરે મૂકીને મૌન ધરી એ ટળી,


મંદ મંદ પવન સંગે કેવી ઝૂલી રહી !

લાગી એની મને આશ મારા ઝરૂખે વળી,


હૈયે છલકતી રૂપેરી કેવી આશ રહી !

જાણે આભને ઝરૂખે રૂડી ખીલતી કળી.


Rate this content
Log in