દિલદાર મળતા કયાં જગતમાં ?
દિલદાર મળતા કયાં જગતમાં ?
દિલ વિના લાખો મળે, દિલદાર મળતાં ક્યાં જગતમાં ?
સ્નેહ વરસાવી હૃદય વસનાર મળતાં ક્યાં જગતમાં ?
પ્રેમની રંગત પડે ઝાંખી, છળે છલના થકી સૌ,
લાગણી ઉર સંઘરી કળનાર મળતાં ક્યાં જગતમાં ?
સાધવા નિજ સ્વાર્થ અંગત સાવ થઇ ફરતા રહે છે,
સાંપડે સિદ્ધિ પછી, પળવાર મળતાં ક્યાં જગતમાં ?
જ્યાં ભરોસો સોળ આની હોય એ પણ પીર દેતાં,
શ્વાસનું ચાર્જર બની, ફરનાર મળતાં ક્યાં જગતમાં ?
યાદ એવી સળવળે કે 'શ્રી' થતી બેચેન કાયમ,
વાયદા ઠાલા ધરી છળનાર મળતાં ક્યાં જગતમાં ?
