દિલ અને દિમાગ
દિલ અને દિમાગ
1 min
451
દિલ અને દિમાગ વચ્ચે મુકાબલો છે,
જોઉં અહીં કોનો કેટલો કાફલો છે !
દિલની વાત દિમાગ પર હાવી થાય છે,
ક્યારેક એનુ પણ પલડું ભારી થાય છે !
દિમાગ સવાલોના જવાબ માંગે છે,
દિલમાં જેનો સહજ સ્વીકાર છે,
દુનિયાદારીની વાત દિમાગને કોઠે પડી છે
દિલને એની ક્યાં કોઈ પડી જ છે !
