દીકરી.
દીકરી.
1 min
13K
ઉર સાથે ક્યાંક સંકળાય છે દીકરી.
પિતા માટે સર્વસ્વ ગણાય છે દીકરી.
કાલીઘેલી બોલીમાં આંગણું દીપાવ્યું,
સ્નેહની સરિતા સમી થાય છે દીકરી.
રમતી ભણતી ભમતી વાદ કૈં કરતી,
ઇશની સોગાત બની જાય છે દીકરી.
વીતાવ્યું શિશુપનને કુમારિકા થૈને એ,
પિતૃગૃહ તજતાં વલોવાય છે દીકરી.
સૌનું બની જઈને પ્રીતિપાત્ર બાલિકા,
સ્મરણોની સંહિતા કહેવાય છે દીકરી.