STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

ધરીએ ઈશ્વ તણું ધ્યાન

ધરીએ ઈશ્વ તણું ધ્યાન

1 min
442

ધરીએ ઈશ્વર, તણું ધ્યાન,

કરતો એ સહુનું કલ્યાણ,

કણ કણમાં એ બિરાજે છે ને, 

રજ રજનું રાખતો પ્રભુ ધ્યાન,


દુનિયા બનાવી એણે માનવકેરી, 

બુદ્ધિ આપી માનવને, મેળવવાં સન્માન,

સાગર, સરિતાને, ઝરણાં વહાવ્યા, 

સૂર્ય-ચન્દ્ર, ને તારા ચમકે આસમાન,


જંગલ, ગૂફા ને પહાડો બનાવ્યા, 

સજાવ્યા ધરતીને આસમાન,

સંસાર ત્યાગી ઋષિમુનિઓ જયાં, 

ઈશ્વર પામવા ધરતાં ધ્યાન,


ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લે મનવા, 

એમ ઉપદેશ દ્વારા આપતા જ્ઞાન,

ધરીએ ઈશ્વર, તણું ધ્યાન,

કરતો એ જ સહુનું કલ્યાણ,


Rate this content
Log in