ધોધમાર વરસ્યો
ધોધમાર વરસ્યો
1 min
147
ખિસ્સા સૂક્કાભટ્ટ થયા ને ગરમાશ ઘેરી બની,
ઘેરાયા વાદળો તંગીના, જરૂરિયાતો વેરી બની.
ગરજ્યા મેઘ ઘરમાં અન્નના ખાલી વાસણોના,
કરંટ લાગ્યો બિલોનો જાણે ટેરવે વીજળી અડી.
પછી વધારે ઉધારીના, ઓછી ચૂકવણીના ઝાપટા,
ક્યારેક ઉઘરાણીની ઘડી જેમતેમ તોફાની ટળી.
ને એક દિવસ ધોધમાર વરસ્યો મેહુલો અછતનો,
ઘર બહાર આવી ગયા ને પરિવારને મારી બેકારી નડી.
હજુએ ક્યારેક ટપકતા ટીપા ચોમાસાના સ્મરણ છે,
સૂક્કી તંગીમાં એ મુસીબતોની ભિનાશ કેવી હતી !
