ધબકતું ઘર હતું મા
ધબકતું ઘર હતું મા
1 min
24.5K
તારા શ્વાસે તો અમારુ આ ધબકતુ ઘર હતું મા
સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા
ધોમધખતા સૂર્ય શાપિત ગ્રીષ્મ માં છાંયો હતી તું
વહાલનું વાદળ વરસતું શ્રાવણી ઝરમર હતું મા.
દુ:ખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને ?
તારી ટેકણ લાકડીથી જીવતર પગભર હતું મા.
યાદ આવે છે મને હાલરડા ને જાગી જવાય છે ;
સ્વપ્નમાં તારુ મલકતું મુખડુ મનહર હતું મા.
જિંદગી ના દાખલાઓ ખુબ સારી રીતે ગણ્યા ;
જિંદગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા .