ધબકારો શ્વાસનો
ધબકારો શ્વાસનો
1 min
307
નર નારના મિલન પર,
આજે બન્યું ઘર,
ભવભવનો સંગાથ,
લે આ ધબકારોજ.
તારાજ કાજે શ્વાસ લાવી મારો,
દિલની ધડકનથી બન્યું આ ઘર,
મોટું વિશાળ હદય સાગર જેવું,
ફૂલ જેવું દિલ ધબકતું લબ લબ.
વિશ્વાસના કદમથી મિલાવ્યું જીવન,
હર એક ધબકારાની સાથે,
અકબંધ રાખી એક બીજાની,
લાગણી ને વાંચવા માટે.
જાણે અજનબી બની,
લાગણીઓને રોકી શકે,
એવી ભીંત નથી,
સંબધો સાચવવા.
જે સમય ચિંતામાં જાય,
તે કચરા પેટીમાં જાય,
ચિંતનમાં જાય,
તે ધબકારા શ્વાસ જેવા.
સંભળાય છે બસ એક -બે ધબકારો,
એ રહેવા દેજો,
સંસ્કારી ધરતીના બસ,
ધબકારા થઈને રહીએ માત્ર.
