દેશની શાન
દેશની શાન
કરું છું જે મારા દેશની વાત એ ભારત દેશ આન બાન સાથે છે એક્તા, અખંડિતતાની શાન,
હર ભારતીય નાગરિક દેશની છે શાન,
દરેક જ્ઞાતિનો દેશમાં રહેતો માનવ શાંતિ સમૃદ્ધિ સમર્પણ કરી બને છે મહાન,
તિરંગાને સાચવી રાખતાં દેશદેશારમાં વતન પ્રત્યે દરેક નાગરિક આપી જાણે છે જાન,
એકમેકમાં રાખી ભાઈચારાની જાળવી રાખતાં એકતા દરેક નાગરિકની છે અલગ પહેચાન,
જય જવાન જય કિસાનનું અપનાવી સૂત્ર પાળી જાણે છે ફરમાન,
દેશનાં ઝંડાને ફરકાવી નતમસ્તક ઝુકાવી શીશ શાન સાથે ઉઠાવી કદમ પુરા કરે છે અરમાન,
આન, બાન, શાન રક્ષા કરતાં જાળવી રાખવાં દેશનાં શૌર્યવંતિ જવાન પોતાની આપી જાણે છે જાન,
સદીઓ પુરાણી સંસ્કૃતિની ગાથાનો ચિતાર આપતી દેશની અલગ ઉપશે છે પહેચાન,
નિતનવાં પહેરણ પહેરી દેશની અલગથી કરાવે છે પહેચાન,
છતાં પણ તિરંગામાં કેસરી, સફેદ, લીલો વચ્ચે છે ચક્ર એમાં શાન સાથે સમાયેલી છે જાન.
