દેશભક્તિ હોવી જોઈએ
દેશભક્તિ હોવી જોઈએ
દુનિયાને નમાવી શકે તેવી તમારામાં શક્તિ હોવી જોઈએ
દરેક બલિદાન માટે તૈયાર રહો તેવી દેશભક્તિ હોવી જોઈએ,
બધા બધું કરી શકે દેશ માટે સ્પષ્ટ કહી શકાય નહીં
બધાને તૈયાર કરી શકે તેવી કોઈ વ્યક્તિ હોવી જોઈએ,
દેશભક્તિની મોટી મોટી વાતો કરવાથી કાંઈ પણ થશે નહીં
જરૂર પડે શહીદોની જેમ તમારી તકતી હોવી જોઈએ,
દેશ મારો છે અને એના માટે મારો જીવ પણ હાજર છે
બસ તમારા મનમાં માત્ર અને માત્ર આ ઉક્તિ હોવી જોઈએ,
દેશભક્તિ પર કવિતા લખવી એટલી આસાન નથી "સંગત"
નમાલા ને પણ શૂરવીર બનાવે તેવી તમારી પંક્તિ હોવી જોઈએ.
