ડૉક્ટર બચાવે છે
ડૉક્ટર બચાવે છે
1 min
202
ઘણા કિસ્સાઓમાં લાગે કે ઈશ્વર બચાવે છે,
પણ વર્ષો જૂની બીમારીથી આપણને ડૉક્ટર બચાવે છે,
એટલે ડૉક્ટર કાંઈ ઈશ્વરથી સહેજપણ કમ નથી,
જયારે સગા હિંમત હારે ત્યારે ખરેખર બચાવે છે,
ડૉક્ટરની મહાનતાની બીજી શું વાત કરું તમને,
એ તમને કોઈપણ અપેક્ષા રાખ્યા વગર બચાવે છે,
જયારે રોગચાળો ફાટી નીકળ્યો હોય ને શહેરમાં ત્યારે,
ઘર નહીં, ગલી નહીં, ગામ નહીં, આખું નગર બચાવે છે,
ડૉક્ટર ના હોત તો રહેવાની જગ્યા ના હોત "સંગત"
કેમકે ડૉક્ટર અગાઉથી ખોદીને રાખેલી કબર બચાવે છે.
