ઢોલીડાના ઢોલ
ઢોલીડાના ઢોલ
લગ્નમાં ઢોલીડાના ઢોલ ઢબૂકતાં ને,
સંગીતના સૂર શરણાઇએ રેલ્યા રે.
મોંઘા કપડાને, દાગીનાથી સજધજ.
લગ્નમાં જાનૈયા મ્હાલતા રે.
પીઠી ચોળેલ વરરાજા ઘોડે ચડે ને,
મા-બાપના હૈયે હરખ ના માય રે.
લગ્નના ગીતો વાગે, ડીજેના તાલ સાથ,
સગા વ્હાલા ને મિત્રો નાચતા રે.
વરવધૂના માબાપ ગળે બાઝી ભેટતા ને,
મંડપમાં મંગળ ગીતો ગવાય રે.
સપ્તપદીના સાત ફેરા ફરતા નવદંપતિને,
જાણે સોનાનો સૂરજ ઉગ્યો રે.
પિયર પક્ષથી મોંઘેરા મામેરા આવ્યાને,
બેની પોંખીને ઓવારણાં લેતી રે.
રડી રહ્યો વગડો ને, વાયરોય થમ્ભી ગયો,
ઘરના આંગણિયા ને પાદર સૂના સૂના લાગે રે.
