ઢંઢોળવી નથી
ઢંઢોળવી નથી
1 min
529
અંદરની સ્ત્રીને મારે ઢંઢોળવી નથી,
નિદ્રાધીંન ઊમિઁઓને છંછેડવી નથી.
અધૂરા આકાશની હવે આદત છે મને,
પૂર્ણ બનીને હવે ઊડાન મારે ભરવી નથી.
ના સમજી શકે જે લાગણીને એની પરવા નથી,
બસ યાચક બનીને માંગણી કોઈ કરવી નથી.
સૂતેલા દિવાસ્વપ્નને કહો મને ઢંઢોળે નહી,
નીરવતાની નિંદરને હવે છેડવી નથી.
