Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ડાઘા રહી ગયા

ડાઘા રહી ગયા

1 min
195

ન રહ્યું કોઈ જ નિશાન રાજા અને રજવાડાનું,

સંગ્રહસ્થાનોમાં બસ એમના વાઘા રહી ગયા !

પ્રણય ભંગ પછી ભેગા થયા એક દિવસ એ,

જરા અમથી ઓળખ કાઢી તો આઘા વહી ગયા !

બહુ ખાસ નથી અમે પીડાયા વિરહના દર્દથી,

એની જ યાદોના ઔષધોથી અમે સાજા થઈ ગયા !

એના દિલના દરિયામાં જેવી ઉતારી દીધી કશ્તી,

પળવારમાં જ એ વિશાળ ને અમે નાના થઈ ગયા !

શું પરિશ્રમ નહીં કર્યો હોય પરવરદિગારે,

શીતળતા તો આપી ચાંદને, પણ ડાઘા રહી ગયા !

(જનાબ આદિલ મન્સૂરી સાહેબની એક પ્રખ્યાત ગઝલ ઉપરથી તરહી રચના..

દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયા,

ઝાકળ ઊડી ગયું ને ડાઘા રહી ગયા.)

Rate this content
Log in