STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama

3  

Nil Patel 'શુન્ય'

Drama

દાતારી

દાતારી

1 min
323

યુદ્ધભૂમિમાં ટપકતાં રુધિરમાં

એ દાતારી એ ઘણી છે,

દે'વાવાળા કદીએ ના ના કહે રે.....


ખમ્મા એવા દાતારો ને

જેણે દીધા છે ખિસ્સા ભીંસમાં રે

ઘણાં એવા કિસ્સા છે ને

વાતો તો નવ ખૂટે એમની

દે'વાવાળા કદીએ ના ના કહે રે.....


નભ પણ પોતાના તારાઓ છુપાવી દે ને

સાગર પણ પોતાના મોતી ને

પેટાળે ધપાવી દે રે

દે'વાવાળા કદીએ ના ના કહે રે.....


આ કામ નથી નબળા ના પેટના

રાણાને એ હાથોહાથ મદદ માટે

ભામાશા નામે વણિક બેઠો એ દાતાર રે

દે'વાવાળા કદીએ ના ના કહે રે.....


ન હોય દાતાર તો નવ નભે આ ધરા

બલીએ વામન ને ડગ માપી દીધા ત્રિલોક

યુદ્ધમાં હણાવાથી બીક નથી એવા

રાધેય એ પણ દીધાતા કવચ ને કુંડળ

નભે છે ધરતી એમના બલિદાનોથી

દે'વાવાળા કદીએ ના ના કહે રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama