દાનો દુશ્મન
દાનો દુશ્મન


છે અણુથી નાનો કે પરમાણુથી મોટો ?
તું શું છે એ તો કહે નાનો અમથો પણ, દાનો,
પાછો ધર્યો છે ને કંઈ શિરે તાજ,
ન જાણે, ભલભલાના ઉતાર્યા તે કંઈ આજ,
કબુલ છે, ભાનભૂલ્યા'તા ખોટી ઘેલછામાં,
પણ આમજ ગતિ થંભી ગઈ સાવ ક્ષુલ્લકમાં ?
માઈલો દૂરના સગાને લઈ,
હું થયો મુજ ઘરનાથી દૂર,
પણ, ૨૪ X ૭ બાંધી સૌને ઘરમાં,
પાછો માને પોતાને શૂર,
હા, પૂર્યા 'તા પિંજરે અમે,
નાનામોટા સૌ જીવને,
ને જ્યાં અમે પુરાયા લોકડાઉનમાં,
એમની વેદના ઝીલી અમે,
કંઈ કેટલાંય ચમરબંધી છુપાયા,
એમની આલીશાન બખોલમાં,
બંધ છે બારીદરવાજા, તોયે ના ખોલે દ્વાર,
જાણે તું ભરાયો હોય કી’હોલમાં,
પછી તારી તો છે કોઈ રીત જ નિરાળી,
આ ધરા પરની કોઈ શૃષ્ટિ ના તારાથી અજાણી,
ના સમજાણી તારી આ અજબગજબ કહાણી,
એક જ લાકડીએ હાંક્યા તેં તો સૌને પોતાના જાણી,
અબુધ માનવી પંખીઓના ટહુકા પર ગયો છે વારી,
પણ, એના ખુદના બચ્ચાઓના,
બોલકા મૌનથી ગયો એ હારી,
હા, થયા છે હવા પાણી નિર્મલ અનેસ્વચ્છ ,
બોલ માણીશુ કેમ, શ્વાસોશ્વાસની ગતિને ઢાંકીને બંધ ?
સોંગંદ લઈએ છે કે જીવન સાદું જીવશું ,
સતયુગની મર્યાદાઓનું પાલન કરીશું,
બહુ થયું, ભઈલા હવે તો ખમૈયા કર,
બીજું કંઈ નહીં, હવે તો સુલેહ કર.