STORYMIRROR

Purnendu Desai

Others

4  

Purnendu Desai

Others

ચક્રવાત

ચક્રવાત

1 min
259

આ કમોસમી વરસાદ, લાગે છે બહુ યાદ આવી છે,

તીવ્રતા બતાવે છે કોઈની બહુ જૂની ખોટ સતાવી છે.


ફંટાયું છે જે તરફ આ ચક્રવાત, ત્યાં કોઈ તો છે,

જે ઘણા સમયથી દિલના વમળને છુપાવી રહ્યુ છે.


પડી જશે એ પણ શાંત, ભલે આજ થોડી ગતિ વધારે છે,

ભલે ના કહો તમે પણ, કિનારે ક્યાંક થોડી નુકસાની તો છે.


નથી સાથ કોઈનો, તો 'નિપુર્ણ' હવે દિશાહીન થયો છે,

સમાવવા છેવટે એને હવે , દરિયો પણ મેદાને પડ્યો છે.


Rate this content
Log in