ચક દે ચક દે ઇન્ડિયા
ચક દે ચક દે ઇન્ડિયા
1 min
350
ચક દે ચક દે ઇન્ડિયા,ચક દે ચક દે ઇન્ડિયા.
ઘુમાવ બલ્લા, માર ચોકા છક્કા,
ચક દે ચક દે ઇન્ડિયા,
આવ્યો પાછો વર્લ્ડ કપ ફીવર,
ઉમટ્યું જોવા સારું શહેર,
બેટ બોલ સંગાથે નીકળ્યા,
ક્રિકેટરો મેદાન કરવા સર.
એક એક રન માટે થશે જંગ,
વિકેટ પડશે ચિચિયારી પડશે,
હાર જીતની આ રમતનો ,
બાજીગર ઇન્ડિયા જ બનશે,
ખિલાડીયોનો જુસ્સો અકબંધ,
ચક દે ચક દે ઇન્ડિયા .
સ્ટેડિયમ જાણે રણ સંગ્રામ જ ભાસે ,
માનવ મહેરામણ ઉભરાશે,
કોઈ ના જાણે આગળ શું થશે,
છતાં ય અટકળ કરતા જશે.
બોલશે બસ ક્રિકેટની ભાષા
ચક દે ચક દે ઇન્ડિયા .
