ચિરાગ જાદુઈ પ્રગટાવવો છે..
ચિરાગ જાદુઈ પ્રગટાવવો છે..
1 min
381
ચિરાગ જાદુઈ પ્રગટાવવો છે,
વૈરાગ્ય હવે તો જગાડવો છે.
મળી જાય કોઈ છડી જાદુની,
મહારોગને હવે ભગાડવો છે.
લાગી જાવું છે આદુ ખાઈને,
પતંગ ભક્તિનો ચગાવવો છે.
જાદુગરી મલે પણ જો સાચી,
સત્સંગ વિરક્ત ચલાવવો છે.
જાદુ થાય કે ન પણ થાય 'દિન',
રંગ હવે અચળ લગાડવો છે.
