છવાયો વૈભવ
છવાયો વૈભવ
1 min
340
છવાયો છે બાગમાં વૈભવ વસંતનો,
ટહુકે પંખીઓ થઈ કલરવ વસંતનો,
સંકેલ્યો છે ધીરે ધીરે પાલવ પાનખરનો,
ફેલાયો છે રગરગમાં ઉત્સવ વસંતનો,
આંબા ડાળે કોયલ બેસી કરતી ટહુકા,
કંઠેથી રેલાતો ફેલાતો વૈભવ વસંતનો,
વન ઉપવન આનંદ આનંદ ઝૂલે ધરતી,
છલકાયો વાસંતી રાગમાં આસવ વસંતનો,
સોળે કળાએ ખીલી રૂમિઝુમી મોસમ,
પર્ણ પર્ણ ચળકે ઝળહળ પાલવ વસંતનો.
