છૂટાછેડા
છૂટાછેડા
1 min
160
મારો પ્રેમ તમારો સમય માંગે છે,
આપો મારો ભાગ હવે દિલ તારું આહવાન માંગે છે...!
લગ્ન કરીને આપણે આપ્યા છે સહજીવનનાં કોલ,
મારું હ્રદય તમારો સહવાસ માંગે છે...!
ઘણાં વર્ષો નીકળી જશે આમ વ્યસ્ત રહીને,
એકબીજાની હૂંફ થોડોક મીઠો કલબલાટ માંગે છે..!
નથી જોઈતી હવે મોંઘી ભેટ સોગાદો ને અકરામો,
મારું રહ્યું સહ્યું આયખું હવે ધરાઈને જીવવા માંગે છે...!
હવે તો આમ તરછોડશો ના એને,
પત્ની હવે પોતાના ભાગનો પ્યાર માંગે છે...!
ધાક ધમકીથી વશ થઈ બહુ દિવસો કાઢ્યાં,
હવે નથી રહેવું તમ સાથે આજ દિલથી છૂટાછેડા માંગે છે !
