છન છન કરતી ઝાંઝર
છન છન કરતી ઝાંઝર
પાગલ થઈને પ્રેમ થઈ જાય જ્યારે,
ઘાયલ થઈને હેમ થઈ જવાય ત્યારે,
એ છન છન કરતી ઝાંઝર,
પ્રીતને પુકારતી જાય...
નિખરતી જ રહે સુંદરતા પ્રિયતમાની,
પ્રીતે રુહને સ્પર્શી હોય જો !
અહેસાસ કરાવતી એ પળે મિલન-મધુરિમાની,
ભેટ ઝાંઝરની પ્રિયએ એમ અર્પી હોય તો !
એ છન છન કરતી ઝાંઝર,
પ્રીતને પુકારતી જાય...
ઝુમતો પ્રેમી બંધાઈ એવી એ તો ડોર,
પ્રિયેના ઝાંઝર ઝણકારમાં !
પ્રિયતમાનું સૌમ્ય મધુરું બંધન,
પ્રિયેના એજ હ્દય રણકારમાં !
એ છન છન કરતી ઝાંઝર,
પ્રીતને પુકારતી જાય...
જડ્યા હોય હીરા, મોતી, કુંદન,
એ ઝાંઝરના નકશી-કામમાં !
આમ જ જડેલા સંબંધ પ્રેમના બે હ્દયના,
જીતી લે વિશ્વ,સ્વને રક્ષી પ્રેમના જામમાં!
એ છન છન કરતી ઝાંઝર,
પ્રીતને પુકારતી જાય...
થાય ગમે તેટલી પુરાની એ ઝાંઝર ,
મંઝિલ સુધીની સફર એ નિભાવતી લહેકાથી !
નવા રુપ રંગે ફરી પાછી હંમેશ સજતી,
એજ 'પ્રેમકહાણી' સાચા અર્થે જીવન મહેકાવતી !
એ છન છન કરતી ઝાંઝર,
પ્રીતને પુકારતી જાય.
