છળકપટ
છળકપટ
1 min
280
માનવી તું શાને કરે છે છળકપટ ?
તારા પાપના પોટલા ભરે છે છળકપટ.
અણહકનું લાંબુ ન ટકશે સમજી લે,
જીવનનું સુખચેન હરે છે છળકપટ.
વિશ્વાસ પરજ ટકે છે હર સબંધ,
માણસાઈની કતલ કરે છે છળકપટ.
મહાભારતના યુધ્ધને ના રોકી શકાયું,
કારણ એનું પણ અરે છે છળકપટ.
ખેલ નિત નવા નવા નાખે છે જુઓ,
કેટલા રૂપ લઈને ફરે છે છળકપટ.
