STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

છળ હોય

છળ હોય

1 min
185

આ ઝાકળનું સૂર્યકિરણનાં પ્રેમમાં પડવું સાવ છળ હોય,

ને અંધારાનું પડછાયાના પ્રેમમાં પડવું પણ સાવ છળ હોય,


રૂહનું વલણ આ હવાની લહેરખીઓ જેવું જ અસ્તિત્વમાં,

ને એ એને એમ સમજે કે કદાચ આ પણ સાવ છળ હોય,


તારી યાદોના રણમાં હાંફતી બે શ્વાસો વચ્ચે એક અમર આશ,

મિલનની ક્ષિતિજે એ પણ ઝાંઝવા જેવું જ સાવ છળ હોય,


એ આવ્યા છે એવો એક ભાસ આ ધુંધલકામાં મને સતત,

મારાજ આયનામાં મારા જ અક્સ જેવું પણ સાવ છળ હોય,


હવે તો ક્યાં કોઈ ફરિયાદ રહી મને એના નામની "પરમ"

ને એના "પાગલ" અફસાનામાં મારું હોવું પણ સાવ છળ હોય,


સામગ્રીને રેટ આપો
લોગિન