છેતરવામાં કોઈને
છેતરવામાં કોઈને
1 min
417
બન્યા છે પાવરધા છેતરવામાં કોઈને,
ખર્ચે આવરદા પુરી વેતરવામાં કોઈને.
પહેરી મુખોટો સત્યનો છેતરે છે કોઈને,
ચલાવે કાતર તીણી કોતરવામાં કોઈને.
ચહેરો તો સાલસ બતાવે પણ માસુમ,
મારે છે ઘાવ ઉડો ખોતરવામાં કોઈને.
દબાવ બનાવી રાખે છે સામેવાળા પર,
લગાવે જોર પુરું જોતરવામાં કોઈને.
માણસો પણ ભેગા કરી લે ઘણા 'દિન',
આપે છે ભાર ઘણો નોતરવામાં કોઈને.