ચહેરો
ચહેરો
1 min
26.6K
પ્રથમદર્શને વ્યક્તિનો પરિચય આપે છે ચહેરો,
મનની હિલચાલને મૂર્તમંત એ કંડારે છે ચહેરો.
માનવીની બાહ્ય ઓળખ આપનારો સહજ એ,
પણ નિજદર્શને સન્મુખ દર્પણને ધરે છે ચહેરો.
સારાં કે નરસાં કામથી પ્રસાર માધ્યમે વસનારો,
ખોટાં કામ કરનાર સમયે નિજનો ઢાંકે છે ચહેરો.
સૌમ્ય, રૌદ્ર, હસીન, ગમગીન પ્રકારો ચહેરા તણા,
વાણી જોઈને ક્વચિત્ અભ્યાસી આંકે છે ચહેરો.
ફોટા, આલ્બમ કે વિડિયોમાં અગ્રેસર થૈ વસનારો,
વાગોળતાં યાદ કોઈની કદીક નજરે ચડે છે ચહેરો.
