છાપરું
છાપરું
હું,
એક,
તૂટી ગયેલું,
સાવ નકામું,
છાપરું છું,
શિયાળાની ઠંડીમાં,
ખુદ થથડતું,
એજ છાપરું છું,
ઉનાળાની ગરમીમાં,
ખુદ ઉકળતું,
એજ છાપરું છું,
ચોમાસાના પાણીમાં,
ખુદ પલળતું,
એજ છાપરું છું,
સવારના ઝાંકળમાં,
ખુદ ભીંજાતું,
એજ છાપરું છું,
બપોરના તડકામાં,
ખુદ તડપતું,
એજ છાપરું છું,
સાંજે સંધ્યાટાણે,
શ્વાસ લેતું,
એજ છાપરું છું,
અંધારી રાત્રે,
રક્ષણ દેતું,
એજ છાપરું છું,
ઉત્તરાયણે,
જેની ઉપર ચડીને,
પતંગો ચગાવતા,
એજ છાપરું છું,
શિયાળામાં,
પાપડી અને સેવો,
મારી ઉપર સૂકવતાં,
એજ છાપરું છું,
વર્ષો વરસ,
લાગણીસભર રહેલું,
એજ છાપરું છું,
પણ આજે,
અગાશીના આનંદમાં,
સાવ ભૂલાય ગયેલું,
બાજુમાં મૂકાય દીધેલું,
તૂટી ગયેલું,
એજ છાપરું છું,
આટઆટલાં અનુભવો પછી,
લાગણીઓ વિચારીને વાપરું છું,
હું એજ છાપરું છું.
