STORYMIRROR

VARSHA PRAJAPATI

Others

4  

VARSHA PRAJAPATI

Others

ચૈત્રમાં હેલી

ચૈત્રમાં હેલી

1 min
295

નયનના આ નગરથી ક્યાં અજાણ્યો એ બધાનો છે,

હૃદયના આ પટારામાં ભરેલો જે ખજાનો છે.


હટાવ્યા આંખ પરથી જ્યાં વહેમના નામના ચશ્મા,

નરી આંખે નિહાળ્યો મેં ખજાનો એ મજાનો છે.


કરમને ધર્મની આ વાત મારી પાર્થ સાંભળ તું,

થશે ત્યાં હાર તો પણ ક્યાં ,પ્રશ્ન તારા ગજાનો છે?


મળ્યું છે એ તમે માનો સમયને માનથી માણો,

વહી જાશે નિરાંતે એ સમય પણ જે સજાનો છે.


જગતના તાતની અરજી તમોને આટલી છે બસ,

ના વરસો ચૈત્રમાં 'હેલી' વખત તો એ રજાનો છે.


Rate this content
Log in