STORYMIRROR

Purnendu Desai

Others

4  

Purnendu Desai

Others

ચાર કદમ

ચાર કદમ

1 min
23.8K


અપેક્ષાઓ દુઃખનું મૂળ છે,

પણ,આવું તો ત્યારેજ અનુભવાય છે, 

એક તરફથી લાગણી, અને બીજી તરફથી,

જ્યારે માત્ર વ્યવહારો સચવાય છે.


એકના દિલમાં હવે કોઈ અવકાશ નથી,

ને બીજાનું દિલ ઉત્સાહથી છલકાય છે,

યાદ આવવું અને યાદ અપાવવુંની વચ્ચે,

ક્યાંક યાદોજ ઝંખવાય છે.


આ તું અને હુંના ચક્કરમાં,

આપણાપણું ક્યાંક ખોવાય છે,

તારા અને મારા સમય વચ્ચે,

આપણો સમય ક્યાંક ખોરવાય છે.


દૂર તો નથી અને નહોતા,

જો ઇચ્છીએ તો ચાર કદમ ચલાય જ છે,

વાત અહીં ઈચ્છાની છે 'નિપુર્ણ',

બાકી મોકા તો ઉભા પણ કરી શકાય છે.


Rate this content
Log in