STORYMIRROR

Ramesh Patel

Drama

5.0  

Ramesh Patel

Drama

ચાંદલિયાની સાવરણી

ચાંદલિયાની સાવરણી

1 min
240


રાત ભલેને ઘોર જ અંધારી

ચાંદલિયાની સાવરણી

વાત જ માંડશું રાજ અધૂરી

વ્હાલી શરદની રાતલડી

 

નભથી નીતરતું અમૃત કેવું?

હૈયે થાતી શાતલડી

સરિતા સાગર ઝોલે રમતી

લહેરે શરદની રાતલડી

 

રમતું આભલડે દીઠું જ હૈયું

અક્ષરો ગૂંથુ હું ભાવલડી

આભ કાનજી, જગ આખું રાધા

લે રાસ શરદની રાતલડી

 

વગાડો વેણુ રાજ સુખલડા

ઝૂમે શરદની રાતલડી

રાત ભલેને ઘોર જ અંધારી

ચાંદલિયાની સાવરણી(૨)


Rate this content
Log in

Similar gujarati poem from Drama