STORYMIRROR

Dr.Milind Tapodhan

Children Stories Inspirational

3  

Dr.Milind Tapodhan

Children Stories Inspirational

ચાંદાથી ચાંદામામા સુધીની સફર

ચાંદાથી ચાંદામામા સુધીની સફર

1 min
441

લાડકો ચાંદો, મનમાં ને મનમાં કરમાતો,

અન્યના તેજની સામે ખૂદથી શરમાતો..


કીધું તેણે હે માં, નથી મારુ વાતાવરણ,

નથી કોઈ જીવ, કે નથી મારો પ્રકાશ..


કઈ રીતે બનાવું સ્થાન આ લોકમાં,

કઈ રીતે બનું લોકોનો ખાસમખાસ..


માં પૃથ્વીએ કીધું, બેટા સાંભળ તું એક વાત,

સૂર્યદાદાના તેજને કરી ગ્રહણ, તે લોકોને આપ..


નિસ્તેજ જન્મવું નથી કોઈ મસમોટી વાત,

પુરુષાર્થ, પ્રયત્નથી આપી શકીશ તું માત,


સમસ્યાનું નિરાકરણ કરવું તે છે ખૂદ પર,

સકારાત્મકતાથી, તું બસ શરૂઆત કર..


કર્યું પ્રકાશનું પરાવર્તન ને શરૂ થયાં કારનામાં,

લોકોમાં બન્યો લાડીલો, કહેવાયો " ચાંદા મામા ".


Rate this content
Log in